Manibhadraveer Dada
શ્રી ઉજ્જૈન તીર્થ, શ્રી આગલોડ તીર્થ, શ્રી મગરવાડા તીર્થ…સમગ્ર ભારતવર્ષમાં તપગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરનાં આ ત્રણ મહાચમત્કારિક મૂળ સ્થાનકો છે. ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ ઉજ્જૈન નગર સ્થિત સમક્તિમૂલ બારવ્રતોનું પાલન કરનાર જૈન વેપારી માણેકશાહ શેઠ ગુરુદેવ પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી શેત્રુંજય-પાલિતાણા ૬’રી પાલિત જાત્રા કરવા નીકળેલ હતાં તે વેળા હાલનાં પાલનપુર પાસે આવેલા મગરવાડા ના વન મા ડાકુઓની ટોળકી એ વણિક પુત્ર ને ઉતાવળે ઉતાવળે નિઃશંક પણે જતો જોઈ ને ડાકુ એ ઉભા રહેવા નુ કહ્યું પરંતુ માણેક શાહનુ ચિત્ત નવકાર માં અને ધ્યેય શંત્રુજય માં હતું તેથી ડાકુ સમજ્યા કે એની પાસે કાંઈક કિંમતી માલ હશે જે માણેક શાહ ન રોકાતા તલવાર થી એમનો વધ કરી દીધો.. તેમનાં શરીરનાં ત્રણ ટુકડા થયાં. પરંતુ માણેક શાહ શેઠ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. શત્રુંજય ના ધ્યાન માં હતા. તેના પ્રભાવ થી મૃત્યુ પામીને શ્રી માણિભદ્ર દેવ યક્ષોના ઇન્દ્ર દેવ થયા. જેમાં મધ્યપ્રદેશનાં શ્રી ઉજ્જૈન તીર્થ ખાતે મશ્તિષ્ક, ગુજરાત સ્થિત શ્રી આગલોડ તીર્થ ખાતે ધડ અને મગરવાડા તીર્થ ખાતે કમર નીચેનો ભાગ પડ્યો તેથી જ શાસનરક્ષક શ્રી માણિભદ્રવીરનાં આ ત્રણ સ્થાનકોનો મહિમા અનેરો છે. માનવામાં આવે છે કે સુર્યોદયથી સુર્યાસ્ત સુધીમાં એટલે કે એક દિવસમાં આ ત્રણ સ્થાનકોની ભક્તિ કરનાર ભક્તને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે.
History Of Shree Manibhadraveer dada
Ujjain (ઉજ્જૈન)
મધ્ય પ્રદેશ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કાંઠે હાજરાહજુર શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક માણિભદ્રવીરનું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક માણિભદ્રવીરનું મસ્તક પૂજાય છે. માણેક શાહ શેઠ ( માણિભદ્ર વીર ) જેઓનું મૂળ જન્મ સ્થળ ઉજ્જૈન છે, તેમજ ત્યાં તેઓનું નિવાસ સ્થાન પણ છે.
Aglod (આગલોડ)
ગુજરાત ના વિજાપુર પાસે આવેલા આગલોડ ગામ આવેલું છે, જે પ્રાચીન અગત્સ્ય મુનિ નુ રહેઠાણ હોય તેવું ઇતિહાસ માં ઉલ્લેખ છે. શ્રી આગલોડ ગામ માં ૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન જિનાલાય છે. વર્ષથી વધુ પ્રાચીન જિનાલાય છે. વિ. સ. ૧૭૩૩ મહા સુદ ૫ ના રોજ પ. પૂ . આચાર્ય શ્રી શાંતિસોમ સૂરીશ્વરજી મ.સા. એ ૧૨૧ ઉપવાસ નું ઉગ્ર તપ કરી શ્રી તપાગચ્છઅધિષ્ઠાયક મણિભદ્ર વીર ને પ્રત્યક્ષ કરી તેમના આદેશ ને માન આપી પિંડ રૃપે ધડ ની સ્થાપના કરેલી છે, ત્યાં શ્રી આગલોડ જૈન સંઘે શિખરબંધી મંદિર બનાવેલું છે.
Magarvada (મગરવાડા)
ગુજરાત ના પાલનપુર પાસે મગરવાડા ગામ આવેલું છે, જ્યાં તપાગચ્છઅધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની પિંડીઓ બિરાજમાન છે. આ મગરવાડા પાસે એક વન આવેલું છે, ત્યાં માણેક શાહ શેઠ (માણિભદ્રવીર ) ને ડાકુઓ એ વધ કર્યો અને મસ્તક, પગ અને ધડ અલગ કરી દીધા. પરંતુ માણેક શાહ શેઠ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. શત્રુંજય ના ધ્યાન માં હતા. તેના પ્રભાવ થી મૃત્યુ પામીને શ્રી માણિભદ્ર દેવ યક્ષોના ઇન્દ્ર દેવ થયા.
